વાત : ૪૮૬

લય, વિક્ષેપ, રસાસ્વાદ અને કષાય એ ચારને ટાળ્યાનો શો ઉપાય છે ? (૧) લય તો ભગવાનની લીલાના ચિંતવને કરીને તથા સ્વામિનારાયણ નામના ભજને કરીને ટળે છે. (૨) વિક્ષેપ તો શ્રીજીમહારાજના માહાત્મ્યના વિચારે કરીને તથા આત્મા, અનાત્માના વિવેકે કરીને ટળે છે. (૩) રસાસ્વાદ તો નિયમને વિષે યથાર્થપણે વર્તવે કરીને ટળે છે, (૪) કષાય તો સત્તા રૂપ થઈને શ્રીજીમહારાજના ધ્યાને કરીને ટાળે તો ટળે છે.।।૪૮૬।।



ટિપ્પણી

લય, વિક્ષેપ, રસાસ્વાદ ને કષાયઃ એ ચાર વિઘ્નો ધ્યાન માર્ગમાં છે. કષાય એટલે વાસના, રાગ.