વાત : ૨૧૬
જીવ માત્ર બહુ ક્રિયા કરે છે પણ જે કરવાનું છે તે રહી જાય છે. જેમ લહિયા થાવું કે કવિ થાવું એ આદિક સાધન તો જીવ આળસને મેલીને કરે છે પણ એકાંતિક થયાનું સાધન તત્પર થઈને જીવ કરતો નથી ને જીવને પ્રાકૃત વસ્તુમાં જેવું હેત થાય છે તેવું હેત ભગવાન કે ભગવાનના મોટા સાધુને વિષે હોય તો કોઈ વાતની અસર ન રહે ને બહુ મોટો થાય.।।૨૧૬।।
ટિપ્પણી
લહિયાઃ લખવાનું કામકરતો માણસ, લેખક.