વાત : ૧૨૩

માનકુવામાં શ્રીજીમહારાજ સાધુ પ્રત્યે બોલ્યા જે, જીવ જે તે સૂક્ષ્મ થકી પણ સૂક્ષ્મ છે અને મોટા થકી પણ મોટો છે તે પચાસ કોટિ યોજન પૃથ્વી છે અને તેથી દસગણું અધિક ને દસગણું સૂક્ષ્મ જળ છે અને તે થકી દસગણું અધિક ને દસગણું સૂક્ષ્મ તેજ છે ને તે થકી દસગણો અધિક ને દસગણો સૂક્ષ્મ વાયુ છે. એવી રીતે પ્રકૃતિ પર્યંત સર્વે છે ને પ્રકૃતિ અધિક સૂક્ષ્મ ને મોટો જીવાત્મા છે. તેની ઉપર ઉષ્ણીકનું દૃષ્ટાંત૧ દીધું.।।૧૨૩।।



ટિપ્પણી

ઉષ્ણીકનું દૃષ્ટાંતઃ ઉષ્ણીક એટલે પાઘડી. ઝીણા-પાતળા કપડાની પાઘડી ખૂબ લાંબી ને પહોળી હોય, પણ જ્યારે તેને માથા ઉપર બાંધવામાં આવે છે ત્યારે તે સંકોચાઈને નાની લાગે છે. તેમ, જીવાત્મા સૂક્ષ્મ કરતાં મોટો છે.