વાત : ૫૪૮

સાધર્મ્યપણું કેમ જાણવું ? ઉત્તર : જે જેમ દાવાનળે વનનો એક દેશ બાળ્યો હોય તો પણ વન બાળ્યું કહેવાય તેમ ભગવાનની આજ્ઞા પ્રમાણે ભગવાનને માર્ગે ચાલ્યો જે ભક્ત તે ભગવાન અને સત્પુરુષને સંગે કરીને નિર્ગુણપણાને પામ્યો કહેવાય છે. ને એ નિર્ગુણપણું જ ભગવાનનું સાધર્મ્યપણું છે ને આપણે સર્વે સાધર્મ્યપણાને પામ્યા છીએ તો જીવના કલ્યાણ કરીએ છીએ. તે સાધર્મ્યપણાને વિષે દૃષ્ટાંત છે. જેમ એક પર્વત તો સાકરનો જ હોય ને એક પર્વત તો પોણા ભાગનો સાકરનો હોય ને એક તો અર્ધો સાકરનો હોય ને એક તો પા ભાગનો સાકરનો હોય તે એક પર્વતનાં શિખર માથે સો કે પચાસ મણ સાકર પડી હોય ત્યાં જે જીવ જાય તે સર્વેનાં મુખ ગળ્યાં થાય તેમ સાધર્મ્યપણામાં ભેદ છે.।।૫૪૮।।