વાત : ૪૮૮
ઉપાસ્ય, ઉપાસક ને સ્થાનક એ ત્રણની શુદ્ધતા કહો ? ઉત્તર : જે પુરુષોત્તમ ભગવાનને તુલ્ય ઉપાસ્ય કોઈ નથી એ ઉપાસ્યની શુદ્ધતા કહેવાય છે ને જે અક્ષરના સાધર્મ્યપણે વર્તવું તે ઉપાસકની શુદ્ધતા કહેવાય છે ને સ્થાનકની શુદ્ધતા તો અક્ષરબ્રહ્મ જ છે એમ જાણવું.।।૪૮૮।।