વાત : ૬૨

જેમ સમુદ્રને વિષે જીવ રહે છે તે જે થકી મોટો હોય તે તે થકી બળે કરીને અધિક હોય, તેમ મુક્ત પણ જે જે થકી મોટા હોય તે તે થકી સામર્થ્ય, બળ તથા ઐશ્વર્યે કરીને અધિક હોય. ને દીવાથી મહાતેજ પર્યંત જે ભેદ કહ્યા છે તે સર્વે મુક્તના ભેદ કહ્યા છે તેમાં જે વીજળીના જેવા મુક્ત છે તે તો વિષયરૂપી મેઘમાં રહે તો પણ વિષય એને લોપી શકે નહિ પણ દેશકાળે કરીને ધન તથા સ્ત્રી તેને વિશે એને લોભ જેવું જણાય તથા અહંમમત્વ જેવું જણાય પણ મૂકે ત્યારે ન સાંભરે.।।૬૨।।



ટિપ્પણી

અહંમમત્વઃ અહં એટલે હુંપણું, ને મમત્વ એટલે મારાપણું. હું ને મારું.