વાત : ૧૩
અમદાવાદમાં શ્રી નરનારાયણદેવની પ્રતિષ્ઠા જ્યારે કરી તે સમે શ્રીજીમહારાજ એમ બોલ્યા જે આ ભરતખંડના રાજા શ્રી નરનારાયણ છે તેમની પ્રતિમાની પ્રતિષ્ઠા આપણે કરી અને જે સાક્ષાત્ મૂર્તિમાન શ્રી નરનારાયણ બદ્રિકાશ્રમવાસી છે તથા શ્રી લક્ષ્મીનારાયણ આદિક સર્વે છે તે પ્રગટ પુરુષોત્તમ દ્વિભુજ મૂર્તિ એવા જે આ ભગવાન તેમની ઉપાસના કરે છે. એમ શ્રીજીમહારાજે મર્મે કરીને પોતાના પુરુષોત્તમપણાની વાર્તા કરી તેને જે એકાંતિક જ્ઞાનવાન ભક્ત હોય તે સમજે છે. ।। ૧૩ ।।