વાત : ૩૩૧
યોગી એવો જે પુરુષ તેને કામ જે તે ભયાનક છે કહેતાં દાવાનળ અગ્નિની પેઠે બાળે છે. તે કામ તે શું ? તો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ એ જે પંચવિષય તેની જે ઇચ્છા વર્તે તે કામ છે. તે જીતવો અતિ દુર્લભ છે તે જો દેહને બળહીન કરે તો ઇંદ્રિયોમાં રાગ રહે ને દેહ તથા ઇંદ્રિયોને બળહીન કરે તો મનમાં રાગ રહે છે અને મનના સંકલ્પ બંધ કરે તો બુદ્ધિમાં રાગ રહે છે તે માટે કામ તો બુદ્ધિ થકી પર એવો જે જીવ તે જીવ જે તે અનાદિ અજ્ઞાનરૂપ જે કારણ શરીર તેણે યુક્ત છે. તે માટે કામ તો બુદ્ધિ થકી પર એવો જે જીવ તેને વિષે કરે છે. માટે કામ જીતવો અતિ દુર્જ્ય છે.।।૩૩૧।।