વાત : ૧૬૪

સત્વ, રજ અને તમ એ ત્રણે ગુણમાંથી જે ગુણ જીવને વિષે અજ્ઞાનકાળે સરસ વર્તતો હોય તે જ ગુણ સત્સંગને વિષે આવ્યા પછી પણ વૃદ્ધિને પામે છે તે સારુ સત્પુરુષને સેવીને પુરુષ પ્રયત્ને કરીને તે ગુણને કાઢે તો જ નીકળે, નહિ તો નીકળે નહિ ને ધર્મ-જ્ઞાનાદિક જે ગુણ અજ્ઞાનકાળે જીવમાં મુખ્યપણે હોય છે તે જ સત્સંગમાં આવ્યા પછી વૃદ્ધિને પામે છે. મોટા મોટા પુરુષને સેવીને જો એ ગુણને વધારે તો વૃદ્ધિને પામે છે. માટે સમાગમ કર્યાનું એ જ ફળ છે.।।૧૬૪।।