૧૪૪ - ધ.ધુ. આચાર્યશ્રીની જેપુર માટે ભલામણ
એ વખતે ધર્મધુરંધર આચાર્યશ્રી પુરુષોત્તમપ્રસાદજી મહારાજે અનાદિ મુક્તરાજ ભાઈશ્રીને પાસે બોલાવીને કહ્યું જે, ‘તમે જેપુરમાં એક રાત રોકાઈ જજો, કેમ કે ત્યાં ઝવેરી ત્રિકમજીભાઈ રહે છે, તેમને હેત ને મહિમા બહુ છે, તેમ જ ત્યાં ઊતરતાં હરિભક્તોને દર્શન-સેવાનો લાભ મળશે ને ઘણા રાજી થાશે. વળી જેપુરમાં હાલ સંતનું મંડળ પણ છે, અને સવારના આઠ વાગ્યે રેલ પહોંચે છે, તેથી તમને કોઈ વાતે અડચણ નહિ આવે. અમે પણ અહીંથી તાર કરશું, જેથી એ સહુ સ્ટેશને તેડવા આવશે.’ આ રીતે ભલામણ કરવાથી ભાઈશ્રી તથા સંઘના હરિભક્તો સર્વે જેપુર એક દિવસ રોકાઈ સંતોને તથા ઝવેરી ત્રિકમજીભાઈ આદિ હરિભક્તોને રાજી કરી બીજે દિવસ છપૈયા ધામ જઈ પહોંચ્યા.