૪૦૯ - શરીરમાં ગરમી જણાતાં જુદા જુદા ઉપચાર

0:000:00

વળી કથાવાર્તા ચાલતાં સંત-હરિભક્તો એકચિત્તે મહારાજનાં દિવ્ય ચરિત્રો સાંભળી આનંદ પામતા હતા, પણ બાપાશ્રી કહે, ‘સ્વામી! મને શરીરમાં ગરમી જણાય છે તે કાંઈ ટાઢક થાય એવું કરો તો ઠીક.’ ત્યારે સ્વામીશ્રીએ તુરત સંત-હરિભક્તો પાસે ટાઢકના ઉપાય ચાલતા કર્યા. તેમાં કોઈ પંખેથી વાયરો નાખવા મંડ્યા, તો કોઈએ ચોક આખામાં પાણી છાંટ્યું, કોઈ સંતે અરીઠાં પલાળી પગ બોળાવ્યા, તો કોઈએ સુગંધી વાળાની ચટાઈ બાંધી પાણી છાંટવા માંડ્યું, ત્યારે કોઈ સુખડ કે ચંદન ઘસી ચર્ચે, એમ જુદે જુદે પ્રકારે સેવા કરતા જોઈ બાપાશ્રી પ્રસન્ન થકા કહેવા લાગ્યા જે, ‘સૌને દાખડો તો બહુ પડ્યો, પણ જરા શાંતિ થઈ ખરી!’