૪૭ - અંતર્વૃત્તિનો અભ્યાસ

0:000:00

હવે ચાલતો પ્રસંગ જોઈએ. વૃષપુરમાં ભાઈશ્રી પોતાથી બનતું વ્યાવહારિક કામકાજ કરી સાંજ-સવાર બને તે કથાવાર્તા કરતા, પણ કામમાં ચિત્ત નહીં. બહારગામથી મહિમા જાણી કોઈ સંત-હરિભક્ત દર્શન કરવા આવે ત્યારે કામ કામને ઠેકાણે રહે ને પોતે તો મહારાજના મહિમાની ને મૂર્તિના સુખની વાતો કરે, કાં ધ્યાનમાં ઊતરી જાય. અંતર્વૃત્તિનો અભ્યાસ તો એટલો બધો વધારી નાખ્યો હતો જે, વાડીથી ઘેર કાંઈક લેવા આવ્યા હોય તોપણ ઘેર આવે એટલે ભૂલી જાય તે ન જ સાંભરે. પછી ઘણી વાર બેસી વિચાર કરે, પણ પાછા થાકીને વાડીએ જાય.