૨૦૧ - વિદાયગીરી અને આશીર્વાદ

0:000:00

આ રીતે યજ્ઞસમાપ્તિ થયા પછી અડખેપડખેનાં ગામમાંથી આવેલા હરિભક્તોને ચાલવાની રજા હતી, તેથી સભામાં ગામોગામના હરિભક્તો મળી સુખડીની પ્રસાદી તથા આશીર્વાદ લઈ જવા લાગ્યા. એમ સાંજ સુધી ધામધૂમ ચાલી. બીજે દિવસે પણ દેશોદેશથી આવેલા સંત-હરિભક્તો આ અનાદિ મુક્તરાજની ચંદન-પુષ્પથી પૂજા કરતાં ને પ્રાર્થના કરી રાજી કરતાં આશીર્વાદ લઈ પોતપોતાને ગામ જવા તૈયાર થયા; તેમના પર પ્રસન્ન થઈ પોતે માથે હાથ મૂકતા, કોઈને કંઠમાંથી ઉતારીને હાર પહેરાવતા, કોઈની સેવા અંગીકાર કરતા, કોઈને કાંઈ ભલામણ કરતા, મળતા અને સુખડીની સૌને પ્રસાદી આપતા, એમ અનેક પ્રકારે રાજીપો જણાવતા હોવાથી સૌને આનંદ આનંદ થઈ ગયો. સંતો વિદાય થતાં ત્યારે પણ એ જ રીતે સૌને રાજી કરતા. શાસ્ત્રી બાલમુકુંદાનંદજીએ રમૂજ કરી કે, ‘અમને સુખડી આપો ને!’ ત્યારે પોતે એમ બોલ્યા જે,’ તમને તો મૂર્તિનું સુખ જમાડશું.’ એમ ઘણો રાજીપો જણાવી સદ્‍ગુરુઅઓને પણ એ જ રીતે આશીર્વાદ આપ્યા.

આ યજ્ઞનું વિસ્તારથી વર્ણન કરતા એક પુસ્તક ભરાઈ જાય, એટલા તો એ વખતે ચમત્કાર થયા હતા. આવા અદભૂત દિવ્ય યજ્ઞની સૌને સ્મૃતિ થવા ભારાસર ગામના મુક્તરાજ તેજાભાઈ જે શ્રીજીમહારાજના સંપૂર્ણ કૃપાપાત્ર હતા તેમણે એ વખતે આ યજ્ઞનું ટૂંકમાં ગરબારૂપે વર્ણન કર્યું છે, તે વાંચતાં સહુને સહેજે એ દિવ્ય યજ્ઞનું સ્મરણ થવા અત્રે જણાવેલ છેઃ-