૨૧૬ - મહિમા વૃદ્ધિ પામ્યો
0:000:00
આ મુક્તરાજ કેસરાભાઈ પ્રથમથી જ મહાસમર્થ હતા, કેમ કે તેમણે સૂરજબા તથા સદાબા જેવા શ્રીજીમહારાજના સાક્ષાત્કારવાળા મહામુક્તને નાનપણથી દર્શન, સેવા-સમાગમે રાજી કરેલા અને તેમનાં પાસેથી બાપાશ્રીનો મહિમા સાંભળેલ, તેમ પોતે વૃષપુરમાં આવી ઘણી વાર બાપાશ્રીને રાજી કરી જતા. બાપાશ્રી પણ મુક્તરાજ કેસરાભાઈનો મહિમા જાણી તેમને રાજી કરતા ને એક વાર તો એવું વચન આપ્યું હતું જે, ‘આપણે સદાય ભેળા રહેશું ને અમે જ્યાં જ્યાં જશું ને જે જે કરશું તે તમે ઘેર બેઠા દેખશો’ તોપણ આ દીકરીના અક્ષરધામના સગપણથી તેમને બહુ આશ્ચર્ય થયું ને થોડા દિવસ તો પોતા પાસે જે કોઈ આવે તેને એ મહિમાની વાત કરતા.