૫૧૩ - મંદિરના ચોકમાં રૂપિયા ઉછાળ્યા
0:000:00
પાટોત્સવને દિવસે કેટલાક મોટા મોટા દરબારો મોટરોમાં બેસીને દર્શન કરવા આવેલા, તેમણે આ સો વર્ષના શ્રી રાધાકૃષ્ણદેવના પાટોત્સવનું સંભારણું કાયમ કરવા હર્ષભર્યા મંદિરના ઘૂમટ ઉપર ઊભા રહી ચોકમાં રૂપિયા ઉછાળ્યા હતા.
આ રીતે સર્વત્ર આનંદમય આ શતવાર્ષિકોત્સનું કાર્ય સંપૂર્ણ થતાં ઝાલાવાડ તેમ જ ગુજરાત આદિ દેશોના મોટા મોટા સંત-હરિભક્તોએ જાણ્યું જે, ‘આ પાટોત્સવમાં છેલ્લા દિવસ સુધી અનેક ઉપદ્રવો થયા. છતાં કોઈ વિધ્ન નડ્યું નહિ ને જયજયકાર થઈ રહ્યો; એ પ્રતાપ શ્રીજીમહારાજ તથા શ્રી રાધાકૃષ્ણ દેવ અને આ અનાદિ મુક્તરાજ બાપાશ્રીનો છે.’