૬૬૭ - આથમણા ઓરડામાં આસન કર્યું
0:000:00
આ રીતે જે કોઈ હરિભક્તો દર્શન કરવા આવતા તેને બાપાશ્રી મહિમાની વાતો કરી રાજી કરતા, કોઈને જમાડતા, પ્રસાદી આપતા, બોલાવતા, મળતા, માથે હાથ મૂક્તા અને કામ કરનારાઓ પાસે જઈને પણ સવાર-સાંજ રાજીપો જાણાવતા. એમ કરતાં મહા વદમાં મેડીનું કામ પૂરું થઈ રહ્યું. ત્યાર પછી સાધુ શ્રીરંગદાસજી તથા ભગવત્સવરૂપદાસજી આદિ સંતો તથા ગામના ઝીણાભાઈ અને ગાંગજીભાઈ આદિ હરિભક્તોએ બાપાશ્રીની મરજી લઈ જેમ પ્રથમ ઓરડીમાં આસન હતું તેમ નવી મેડીના ઓરડામાં બાપાશ્રીનું આસન રખાવ્યું, તે પછી બાપાશ્રી રોજ ત્યાં જ પોઢતા. આ રીતે એ મેડીનું કામ સંપૂર્ણ થયું.