૨૭૭ - પુરાણી કેશવપ્રિયદાસજીને દિવ્ય મોજ

0:000:00

આ વખતે પુરાણી કેશવપ્રિયદાસજી સંતોની સાથે આવેલા હતા. તેમના પર બાપાશ્રી બહુ રાજીપો જણાવતા, ઘડી ઘડી બોલાવે, સામું જોઈ રહે, માથે હાથ મૂકે, પ્રસાદીના હાર પહેરાવે, ‘મુનિબાવા! કથા મચાવો!’ એમ ઘેરે સાદે બોલે ને સદ્‍ગુરુઓને કહે, ‘સ્વામી! આ પુરાણી બાવો ખરેખરા છે.’ આમ રાજી થવાનું કારણ પોતે સાધુતાના ગુણે પૂરા! તેમ બાપાશ્રીને વિષે અત્યંત હેત, તેથી જ્યારે બાપાશ્રી વાતો કરતા હોય ત્યારે પોતે જાણે અમૃતપાન કરતા હોય એવી ત્વરા જણાવતા. જ્યારે કથાવાર્તા બંધ હોય ત્યારે વધુ તો ધ્યાનમાં જ બેસી રહે, કાં સેવા કરે. આવાં તેમનાં ઉત્તમ અંગ જોઈ બાપાશ્રી તેમને પ્રસન્નતારૂપ દિવ્ય મોજ આપતા.