૨૨૭ - નડિયાદમાં ચમત્કાર

0:000:00

પછી બાપાશ્રી હરિભક્તોએ સહિત વડતાલથી અમદાવાદ આવવા રેલે બેઠા. વચમાં નડિયાદ આવ્યું ને ગાડી ઊભી રહી, ત્યાં એક મુસલમાનનો છોકરો ઊભો હતો, તેણે બાપાશ્રીને જોયા કે તુરત ટોપી ઉતારી પગમાં પડ્યો ને પ્રાર્થના કરવા લાગ્યો જે, ‘આપ મેરા અચ્છા કરીઓ, મેં તુમારા ગુલામ હું, હરદમ ગુલામ હું,’ –એમ કહે ને વારે વારે હાથ જોડી પગમાં પડે. કોણ જાણે બાપાશ્રીએ તેને શું ચમત્કાર દેખાડ્યો હશે! પછી તો પોતાની પાસે એક બ્રાહ્મણનો છોકરો ઊભો ઊભો જોતો હતો. તેનો હાથ ઝાલીને તેને પણ કહેવા લાવ્યો જે, ‘અરે બમન! તું બમન હૈ કે કોન હૈ? ક્યા બેઅક્ક્લકે માફક દેખ રહા હે. પાઉંમે શિર ધર દે, તેરા અચ્છા હો જાય.’ આમ તે કહેતો હતો ત્યાં ગાડી ઊપડી, એટલે સૌ અમદાવાદ ગયા; પછી ત્યાંથી બીજે દિવસ બાપાશ્રી સંઘે સહિત કચ્છમાં પધાર્યા.