૪૨૦ - મંદવાડની પ્રસાદી
સદ્ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંતમંડળ આ વખતે વૃષપુરમાં ઘણો વખત રહ્યા હતા, તેથી બાપાશ્રી પાસે તો નિત્ય કથાવાર્તારૂપ બ્રહ્મયજ્ઞ ચાલ્યા જ કરતો અને એ વખતે ગામડાંઓમાં મંદવાડના વાયરા પણ બહુ જણાતા. શ્રીજીમહારાજે કહ્યું છે કે, ‘અમારા સંત બ્રહ્માંડના આધારરૂપ છે, તેથી સંતોએ જ્યારે ખટરસના વર્તમાન રાખ્યા હતા, ત્યારે જગતમાં કેટલાકને અન્ન પણ મળતું નહોતું, તે રીતે અનાદિ મુક્તરાજ બાપાશ્રીએ પોતાને વિષે મોટો મંદવાડ જણાવ્યો, ત્યારે તેની પ્રસાદી જાણે સર્વત્ર ગઈ હોય તેમ ગામોગામ ને દેશોદેશમાં પણ મંદવાડ જણાતો હતો.
હવે બાપાશ્રીને શરીરે દિવસે દિવસે ઠીક થતું આવતું હોવાથી સંત-હરિભક્તો તથા ઘરમાં સહુ રાજી થતા ને બનતી સેવા તથા કથાવાર્તા કર્યા કરતા.