૩૮૧ - સ્વામીશ્રીની પ્રાર્થના
0:000:00
વળી બારશને દિવસે વરસાદનો ડોળ ઘણો થતાં સંત-હરિભક્તોએ બાપાશ્રીને કહ્યું જે, ‘આ પારાયણમાં કાંઈ વિઘ્ન ન નડે એવી દયા કરો તો ઠીક.’ ત્યારે પોતે એમ બોલ્યા જે, ‘આ ફેરે ઈંદ્ર એવો ઘેલો થયો છે તે કોઈનું માને તેવો નથી, માટે વરસાદ ઘણો વરસશે. ઝાડ ને પશુઓ તણાશે, વાડીઓમાં નુકસાન થશે, એમાં અમે શું કરીએ!’ આવાં વચનો સાંભળી સંત હરિ-ભક્તોએ સ્વામીશ્રીને આ વાત જણાવી, એટલે વળી સ્વામી ઈશ્વરચરણદાસજીએ ઘણાં જ વિનયવચનો કહી, તોફાન બંધ થવા પ્રાર્થના કરી ત્યારે બાપાશ્રી કહે, ‘સ્વામી! તમે કાંઈ ચિંતા ન કરો. અહીં મહારાજ ને મુક્ત બિરાજે છે ને કથા વંચાય છે, તેથી હરકત નહિ આવે.’ આવા આશીર્વાદથી સૌને શાંતિ થઈ.