૪૬૩ - ભૂજ થઈ વૃષપુર આવ્યા
0:000:00
પછી જ્યારે આગબોટ તૈયાર થઈને આવી ત્યારે બાપાશ્રી તથા સંતો તુણે થઈ ભૂજ ગયા ને ત્યાં એક દિવસ રહી સંત-હરિભક્તોને સત્સંગમાં થયેલ વિક્ષેપ સંબંધી તથા આચાર્યશ્રી સાથે મેળાપ ન થયો તથા ‘સત્સંગ મહાસભા’માં જે જે ઠરાવો થયા હતા તે બધી વાત વિસ્તારીને કરી, ત્યાંથી વૃષપુર આવ્યા. આ વખતે સ્વામીશ્રી આદિને ફક્ત બે દિવસ જ રાખી તુરત રજા આપીને કહ્યું જે, ‘આ ફેરે તમે વહેલા દેશમાં જાઓ ને મહારાજને સંભારીને હજી કાંઈ વિક્ષેપનો અંત આવે તેવા ઉપાય કરજો.’